1 Chronicles 1:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બયોરનો દીકરો બેલા. તેના નગરનું નામ દીનહાબા હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલીઓ પર કોઈ પણ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં રાજ કરનાર રાજાઓ આ પ્રમાણે છે: બેઓરનો પુત્ર બેલા; તેના નગરનું નામ દીનહાબા હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરયલી લોકો પર કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં જે રાજાઓ રાજ કરતા હતાં તે આ છે: એટલે બયોરનો પુત્ર બેલા: તેના નગરનું નામ દીનહાબા હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલમાં કોઇ પણ રાજાએ રાજ કર્યું તે અગાઉ આ બધાં રાજા હતા; બયોરનો પુત્ર બેલા, જે દીનહાબાહ નગરમાં રહેતો હતો.