1 Chronicles 11:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો. કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે ત્રણમાં નામના મેળવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબનો ભાઈ અબિશાય ખ્યાતનામ ત્રીસ યોદ્ધાઓનો આગેવાન હતો. લડાઈમાં ત્રણસો માણસોને પોતાના ભાલા વડે મારી નાખ્યા અને ત્રીસમાં પ્રખ્યાત બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણમાંનો મુખ્ય હતો; કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખીને એ ત્રણમાં નામ મેળવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોઆબનો ભાઇ અબીશાય એ ત્રણ શૂરવીરોનો સરદાર હતો. એક વખત તેણે ભાલા વડે 300 દુશ્મનો સાથે યુદ્ધ કરી તેમને પૂરા કર્યા હતા અને તે ત્રિપુટીમાં પ્રખ્યાત બની ગયો હતો.