1 Chronicles 11:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તેણે પાંચ હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે બે મીટર ઊંચા કદાવર ઇજિપ્તીને મારી નાખ્યો. એ ઇજિપ્તી પાસે સાળના પાટડા જેવો મોટો ભાલો હતો. બનાયાએ એક લાકડી વડે ઇજિપ્તી પર હુમલો કરીને તેના હાથમાંથી ભાલો ખૂંચવી લીધો અને તેના વડે જ તેને પૂરો કર્યો. એ બનાયાનાં પરાક્રમી કામો હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે એક મોટા કદાવર પાંચ હાથના મિસરી પુરુષને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી. એ ફક્ત લાકડી લઈને તેની પાસે જઈ પહોંચ્યો, ને મિસરીના હાથમાંથી બરછી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી, સાડાસાત ફૂટ ઊંચા મહાકાય મિસરીને મારનાર પણ એ જ હતો. એ મિસરી પાસે સાળના પાટડા જેવો મોટો ભાલો હતો. પણ બનાયા ફકત એક લાકડી લઇને તેની સામે પહોંચી ગયો. અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી તેના જ ભાલા વડે તેને મારી નાંખ્યો.