1 Chronicles 11:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજા શૂરવીર સૈનિકો આ પ્રમાણે છે: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન, હારોરનો વતની શામ્મોથ, પેલોનનો વતની હેલેસ, તકોઆ નગરના ઈક્કેશનો પુત્ર ઈરા, અનાથોથમાંનો અબિએઝેર, હુશામાંનો સિબ્બેક્ય, અહોમાંનો ઈલાય, નટોફામાંનો મહારાય, નટોફામાંના બાનાનો પુત્ર હેલેદ, બિન્યામીનના ગિલ્યાદમાંના રિબઈનો પુત્ર ઇથાય, પિરાથોનમાંનો બનાયા, ગાશનાં ઝરણાં પાસેનો વતની હુરાય, આર્બામાંનો અબિએલ, બાહુરીમમાંનો આઝમાવેથ, શાલ્બોનમાંનો એલ્યાબા, ગેઝોનમાંનો હાશેમ, હારારમાંના શાગેનો પુત્ર યોનાથાન, હારારમાંના સાખારનો પુત્ર અહિયામ, ઉરનો પુત્ર એલિફાલ, મખેરામાંનો હેફેર, પેલોનમાંનો અહિયા, ર્કામેલમાંનો હેઝો, એસ્બાયનો પુત્ર નારાય, નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર, આમ્મોનમાંનો સેલેક, બેરોથમાંનો યોઆબનો શસ્ત્રવાહક નાહારાય, યાત્તિરમાંનો ઈરા અને ગારેબ, ઉરિયા હિત્તી, આહલાયનો પુત્ર ઝાબાદ, શિઝાનો પુત્ર અદિના (તે રૂબેનના કુળનો અગ્રગણ્ય સભ્ય હતો અને તેની પોતાની ત્રીસ સૈનિકોની ટુકડી હતી), માખાનો પુત્ર હાનાન, મિથાનમાંનો યહોશાફાટ, આશ્તેરામાંનો ઉઝિઝયા, અરોએરમાંના હોથામના પુત્રો શામા અને યેઈએલ, તીઝમાંના શિમ્રીના પુત્રો યદીએલ અને યોહા, માહવામાંનો એલિયેલ, એલ્નામ અને ઈથ્માના, પુત્રો યરીબઆલ અને યોશાવ્યા, મોઆબી યિથ્મા, સોબામાંના એલિયેલ, યોબેદ અને યાહસીએલ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદનાં બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે: યોઆબનો ભાઇ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન,