1 Chronicles 11:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ ઇઝરાયલી લોકોના સર્વ આગેવાન દાવિદ પાસે હેબ્રોનમાં એકત્ર થયા. ત્યાં દાવિદે પ્રભુની સમક્ષ તેમની સાથે કરાર કર્યો અને શમુએલ દ્વારા પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે દાવિદનો અભિષેક કર્યો અને તે ઇઝરાયલનો રાજા બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પ્રમાણે ઇઝરાયલના સર્વ વડીલો હેબ્રોનમાં રાજાની પાસે ભેગા થયા. અને દાઉદે ત્યાં યહોવાની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. અને શમુએલ‍ દ્વારા અપાયેલા યહોવાના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી ઇસ્રાએલના બધા આગેવાનો રાજા દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદે યહોવાની સાક્ષીએ તેમની સાથે હેબ્રોનમાં કરાર કર્યો અને તેમણે દાઉદનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, અને એ રીતે યહોવાએ શમુએલને આપેલું વચન પરિપૂર્ણ થયું.