1 Chronicles 12:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે દાઉદ કીશના દીકરા શાઉલને લીધે હજી સંતાતો રહેતો હતો તેવામાં તેની પાસે જેઓ સિકલાગ આવ્યા તેઓ આ છે: તેઓ તેને યુદ્ધમાં સહાય કરનાર શૂરવીરોમાંના હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ કીશના પુત્ર શાઉલ રાજાથી નાસી છૂટીને સિકલાગમાં રહેતો હતો ત્યારે યુદ્ધમાં મદદરૂપ થનાર ઘણા અનુભવી શૂરવીર પુરુષો તેની સાથે જોડાઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કીશના પુત્ર શાઉલને લીધે દાઉદ હજી સંતાતો ફરતો હતો તેવામાં તેની પાસે જેઓ સિકલાગ આવ્યા તેઓ આ છે; અને તેઓ તેને યુદ્ધમાં સહાય કરનાર શૂરવીરોમાંના હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદને કીશના પુત્ર શાઉલ નજીક આવવાની મનાઇ હતી.અને તે સિકલાગમાં રહેતો હતો. ત્યારે યુદ્ધમાં મદદ કરી શકે એવા અનેક વીર યોદ્ધાઓ આવી ને તેની સાથે જોડાયા.