1 Chronicles 12:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્ય માટે તૈયાર થયેલા જે લોકો ઈશ્વરના વચન પ્રમાણે શાઉલનું રાજય દાઉદને અપાવવા માટે તેની પાસે હેબ્રોનમાં આવ્યા, તેઓના ઉપરીઓની સંખ્યા આ પ્રમાણે છે:
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે શાઉલને સ્થાને દાવિદને રાજા બનાવવા ઘણા તાલીમબદ્ધ સૈનિકો તેને હેબ્રોનમાં આવી મળ્યા હતા. તેમની સંખ્યા આ પ્રમાણે છે: યહૂદાના વંશના: ઢાલ અને ભાલાધારી એવા 6,800 સુસજ્જ સૈનિકો; શિમયોનના વંશના: 7,100 તાલીમબદ્ધ સૈનિકો; લેવીના વંશના: કુલ 4,600 સૈનિકો; આરોનના વંશજ યહોયાદાના હાથ નીચેના 3,700 સૈનિકો; યુવાન પરાક્રમી યોદ્ધા સાદોકના સંબંધીઓ: 22 શૂરવીરો. બિન્યામીનના વંશના (શાઉલના પોતાના કુળના): 3,000 સૈનિકો. (બિન્યામીન કુળના મોટા ભાગના લોકો શાઉલને વફાદાર રહ્યા હતા); એફ્રાઈમના વંશના: પોતાના ગોત્રના 20,800 શૂરવીર સૈનિકો; પશ્ર્વિમમાં વસેલા મનાશ્શાના વંશના: દાવિદને રાજા બનાવવા પસંદ કરીને મોકલાયેલ 18,000 સૈનિકો; ઇસ્સાખારના વંશના: 200 આગેવાનો અને તેમના હાથ નીચેના માણસો (ઇઝરાયલે ક્યારે શાં પગલાં ભરવાં એનો નિર્ણય કરવામાં એ આગેવાનો બાહોશ હતા.); ઝબુલૂનના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 50,000 વફાદાર લડવૈયા; નાફતાલીના વંશના: 1000 આગેવાનો અને તેમની સાથેના ઢાલ અને ભાલાધારી 37,000 સૈનિકો; દાનના વંશના: 28,600 તાલીમબદ્ધ સૈનિકો; આશેરના વંશના: યુદ્ધને માટે સુસજ્જ 40,000 સૈનિકો; યર્દનની પૂર્વ તરફના રૂબેન, ગાદ અને પૂર્વમાં વસેલા મનાશ્શાના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 1,20,000 સૈનિકો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સૈન્યને માટે સજ્જ થયેલા જે લોકો યહોવાના વચન પ્રમાણે શાઉલનું રાજ્ય દાઉદને આપવા માટે તેની પાસે હેબ્રોન આવ્યા હતા, તેઓના ઉપરીઓની સંખ્યા આ છે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ વચન આપ્યા પ્રમાણે શાઉલને બદલે દાઉદને રાજા બનાવવા માટે જે યોદ્ધાઓ હેબ્રોન ખાતે આવી મળ્યા તેમની સંખ્યા નીચે મુજબ છે: