1 Chronicles 13:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તેઓ કિદ્રોનની ખળી આગળ આવ્યા, ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોશને પકડ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ કિદોનના ખળા પાસે આવ્યા ત્યારે ત્યાં બળદોએ ઠોકર ખાધી, એટલે ઉઝઝાએ પોતાનો હાથ લંબાવી કરારપેટીને પકડી લીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તેઓ કીદોનની ખળી પાસે આવ્યા; ત્યારે બળદોએ ઠોકર ખાધાથી ઉઝ્ઝાએ કોશને પકડવા માટે પોતાનો હાથ લાંબો કર્યો. એ પોતાનો હાથ લાંબો કરીને કોશને [અડક્યો],
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેઓ કીદોનની ખળી આગળ આવ્યા; ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને પડી જતો અટકાવવા હાથ લંબાવીને તેને પકડ્યો.