1 Chronicles 14:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદે યહોવાહની સલાહ લીધી. તેણે પૂછ્યું, "શું હું પલિસ્તીઓ પર આક્રમણ કરું? શું તમે મને તેઓ પર વિજય અપાવશો?" યહોવાહે તેને કહ્યું, "આક્રમણ કર, હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે ઈશ્વરને પૂછયું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? મને વિજય અપાવશો?” પ્રભુએ કહ્યું, “જા, હુમલો કર! હું તને વિજય અપાવીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ વખતે દાઉદે ઈશ્વરની સલાહ પૂછી, “શું હું પલિસ્તીઓની વિરુદ્ધ ચઢાઈ કરું? તમે તેઓને મારા હાથમાં સોંપશો?” યહોવાએ તેને કહ્યું, “ચઢાઈ કર; હું તેઓને તારા હાથમાં સોપીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે દેવની સલાહ લીધી, “હું પલિસ્તીઓ પર હુમલો કરુ? તું તેમને મારા હાથમાં સોંપી દેશે?” યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં સોંપી દઇશ.”