1 Chronicles 16:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બોલો, "હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો. બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો, કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને તમારી સ્તુતિ ગાઈએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને કહો, “હે ઈશ્વર, અમારા ઉદ્ધારક, અમારો બચાવ કરો; અમને એકત્ર કરો; વિદેશી પ્રજાઓથી અમારો છુટકારો કરો, જેથી અમે તમારો આભાર માનીએ અને તમારા પવિત્ર નામની પ્રશંસા કરીએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બોલો, “હે અમને તારણ આપનાર ઈશ્વર તમારો ઉદ્ધાર કરો, તમારા પવિત્ર નામનો આભાર માનવાને, તથા તમારી સ્તુતિનો જયજયકાર કરવાને અમને એકત્ર કરો, ને વિદેશીઓના હાથમાંથી અમને છોડાવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બોલો, “હે દેવ અમને તારણ કરનાર, તમે અમારો ઉદ્ધાર કરો, બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો. અમે સહુ તમારા પવિત્ર નામનો આભાર માનીશું; અમે તમારી સ્તુતિ ગાવા માટે ગૌરવ લઇશું.”