1 Chronicles 17:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૃથ્વી પર તમારા લોક ઇઝરાયલ કે જેને તમે, ઈશ્વર, મહાન અને અદ્દભુત કૃત્યો કરીને, પોતાના નામના મહિમા સારુ મિસરમાંથી છોડાવ્યા હોય, તેના જેવી બીજી કઈ પ્રજા છે? તમારા લોક જેઓને તમે મિસરમાંથી છોડાવી લાવ્યા તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારા લોક ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કોઈ પ્રજા નથી, કે જેમને તમે પોતાના લોક બનાવવા માટે ગુલામીમાંથી મુક્ત કર્યા હોય. ઇઝરાયલી લોકને તો ઇજિપ્તમાંથી મુક્ત કર્યા અને તેઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તમે બીજી પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી; એ માટે તમે કરેલાં મહાન અને આશ્ર્વર્યજનક કાર્યોથી સમસ્ત દુનિયામાં તમારી નામના ફેલાઈ ગઈ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારા ઇઝરાયલ લોકના જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેઓને પોતાની પ્રજા [કરવા] માટે ખંડી લેવાને [તેઓનો] દેવ ગયો હોય, અને તમારા લોક જેઓને તમે મિસરમાંથી ખંડી લાવ્યા તેઓની આગળથી [બીજી] પ્રજાઓને હાંકી કાઢીને તથા મહાન ને ભયંકર કૃત્યો કરીને તે પોતાના નામનો [મહિમા] વધારે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૃથ્વીના પટ પર તમારા ઇસ્રાએલી લોકો જેવા કોઇ લોકો છે ખરા, જેમનો ગુલામીમાંથી ઉધ્ધાર કરી, પોતાના કરી લેવા માટે દેવ જાતે ગયા હોય, જેમને માટે તમે મહાન અને ભીષણ કાર્યો કર્યા હોય, જેમને મિસરમાંથી છોડાવી લાવી તેમના માર્ગમાંથી અનેક પ્રજાઓને હાંકી કાઢી હોય?