1 Chronicles 17:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય અને લોકો કહે કે, 'સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર છે' હા, ઇઝરાયલના હકમાં તેઓ ઈશ્વર છે. અને તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ સ્થાપિત થાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જેથી તમારા નામનો સદાકાળ મહિમા થાય અને લોકો કહે કે, ‘સેનાધિપતિ પ્રભુ ઇઝરાયલી લોકોના ઈશ્વર છે.’ એ રીતે મારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારું નામ સર્વકાળ કાયમ રહો, ને મોટું મનાઓ, જેથી લોકો કહે કે, સૈન્યોના ઈશ્વર યહોવા ઇઝરાયલના ઈશ્વર છે, હા, ઇઝરાયલના હકમાં તે ઈશ્વર છે. તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ કાયમ થયું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય, અને લોકો કહે કે, ‘સર્વસમર્થ યહોવા ઇસ્રાએલના દેવ છે.’ અને એ રીતે તમારા સેવક દાઉદનો વંશ તમારી નજર નીચે અવિચળ રહેશે.