1 Chronicles 17:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મારા ઈશ્વર, તમારા આ સેવકને તમે સ્પષ્ટ કહ્યું છે કે તમે તેના કુટુંબને ટકાવી રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મારા ઈશ્વર, તમને આ પ્રાર્થના કરવાની મેં હિંમત કરી છે. કારણ, તમે તમારા સેવક આગળ આ બધી વાતો પ્રગટ કરી છે અને મારા રાજવંશને સ્થાપિત કરશો એમ મને જણાવ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે, હે મારા ઈશ્વર તમે તમારા સેવકને સ્પષ્ટ કહ્યું છે કે, તમે તેનું કટુંબ કાયમ રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિમ્મત કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મારા દેવ, તમારા આ સેવકના વંશને રાજગાદી પર સ્થાપવાનો તમારો ઇરાદો તમે મારી આગળ પ્રગટ કર્યો છે તેથી હું તમારી આગળ આવી પ્રાર્થના કરવાની હિંમત કરું છું.