1 Chronicles 17:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે હવે, મારા સેવક દાઉદને કહે, 'સર્વસમર્થ યહોવાહનાં આ વચન છે: "તું ઘેટાંને ચરાવતો હતો ત્યાંથી મેં તને મારા ઇઝરાયલીઓનો ઉપરી થવા માટે બોલાવી લીધો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે સેનાધિપતિ પ્રભુનો આ સંદેશ છે: ‘તું ખેતરોમાં ઘેટાં સાચવતો હતો ત્યાંથી મેં તને લાવીને મારા ઇઝરાયલી લોકો પર અધિકારી બનાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે હવે તું મારા સેવક દાઉદને કહે, સૈન્યોના યહોવા એમ કહે છે કે, મેં તને મારા ઇઝરાયલ લોકો ઉપર અધિકારી થવાને રબારીવાડમાંથી, તું ઘેટાની પાછળ રખડતો હતો ત્યાંથી, બોલાવી લીધો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાનાં આ વચન છે; તું ચરાણમાં ઘેટાં ચરાવતો હતો. ત્યાંથી લઇને મેં તને મારા લોકો ઇસ્રાએલીઓનો આગેવાન બનાવ્યો હતો.