1 Chronicles 18:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તેણે હદાર એઝેરના નગરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ પિત્તળ મેળવ્યું તેમાંથી સુલેમાને પિત્તળનો મોટો હોજ, સ્તંભો અને પિત્તળનાં વાસણો ભક્તિસ્થાન માટે તૈયાર કરાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે હદાદેઝેર હસ્તકનાં ટિબહાથ અને કૂન નગરોમાંથી તાંબાનો મોટો જથ્થો પણ લાવ્યો. (શલોમોને પાછળથી એ તાંબાનો ઉપયોગ જળકુંડ, સ્તંભો તેમ જ મંદિરનાં વાસણો બનાવવા કર્યો.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હદારએઝેરના ટિબ્હાથ તથા કૂન નગરોમાંથી તેણે પુષ્કળ પિત્તળ મેળવ્યું. સુલેમાને તે વડે પિત્તળનો હોજ, સ્તંભો તથા પિત્તળનાં વાસણો બનાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી તેણે હદારએઝર શહેરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ કાંસુ પણ કબજે કર્યુ. સુલેમાને પાછળથી કાંસાનો મોટો કુંડ, થાંભલાઓ અને વાસણો મંદિર માટે તૈયાર કરાવ્યાં.