1 Chronicles 19:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે યોઆબે જોયું કે, પોતાની સામે આગળ પાછળ બંન્ને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇઝરાયલના પસંદ કરેલા લડવૈયાઓને અરામીઓની સામે ગોઠવી દીધાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબે જોયું કે શત્રુની ટુકડીઓ આગળ તથા પાછળથી હુમલો કરવા ગોઠવાઈ છે, ત્યારે તેણે ઇઝરાયલના સૈન્યમાંથી ચુનંદા સૈનિકો પસંદ કરી તેમને અરામીઓની સામે ગોઠવી દીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોઆબે જોયું કે, પોતાની સામે આગળ તથા પાછળ વ્યૂહ રચાયો છે, ત્યારે તેણે ઇઝરાયલના સર્વ ચૂંટી કાઢેલા સૈનિકોમાંથી કેટલાકને પસંદ કરીને અરામીઓની સામે વ્યૂહ રચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે યોઆબે જોયું કે, પોતાના પર આગળપાછળથી બંને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇસ્રાએલના ચુનંદા લડવૈયાઓને પસંદ કરીને અરામીઓની સામે ગોઠવી દીધા.