1 Chronicles 19:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરામીઓ સમજી ગયા કે પોતે ઇઝરાયલીઓથી પરાજિત થયા છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદારએઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતે ઇઝરાયલીઓ આગળ હાર પામ્યા છે એ જોઈને અરામીઓ યુફ્રેટિસ નદીની પૂર્વ તરફનાં અરામના સાત રાજ્યોનાં સૈન્ય લાવ્યા અને તેમને સોબાના રાજા હદાદેઝેરના સેનાપતિ શોફાખની સરદારી હેઠળ મૂક્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અરામીઓએ જોયું કે ઇઝરાયલથી આપણે હારી ગયા છીએ, ત્યારે તેઓએ સંદેશિયાઓ મોકલીને નદીને પેલે પાર જે અરામીઓ હતા, તેઓને હદારએઝેરના સૈન્યાના સરદાર શોફાખની સરદારી નીચે તેડાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અરામીઓ સમજી ગયા કે પોતે ઇસ્રાએલીઓને હાથે હાર ખાધી છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદારએઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા.