1 Chronicles 19:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે કહ્યું, "હું નાહાશના દીકરા હાનૂન પર દયા રાખીશ, કેમ કે તેના પિતાએ પણ મારા પ્રત્યે ભલાઈ રાખેલી હતી." તેથી દાઉદે તેના પિતાના મરણ સંબંધી તેને દિલાસો આપવા સારુ સંદેશાવાહકોને આમ્મોનીઓના દેશમાં મોકલ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ રાજાએ કહ્યું, “નાહાશે મારી સાથે રાખી હતી તેવી વફાદાર મૈત્રી હું હાનુન સાથે પણ રાખીશ.” તેથી હાનુનના પિતાના મૃત્યુ વિશે તેને દિલાસો પાઠવવા દાવિદે સંદેશકો મોકલ્યા. જ્યારે તેઓ આમ્મોનમાં હાનુન રાજા પાસે ગયા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે કહ્યું, “હું નાહાશના પુત્ર હાનૂન પર કૃપા રાખીશ. કેમ કે તેના પિતાએ મારા પર કૃપા રાખી હતી.” માટે તેણે તેના પિતા ના મૃત્યુ સંબંધી તેને દિલાસો આપવા માટે માણસો મોકલ્યા. દાઉદના સેવકો હાનૂનને દિલાસો આપવા માટે આમ્મોનીઓના દેશમાં તેની પાસે ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે વિચાર્યું, “નાહાશે મારા પ્રત્યે દાખવ્યો હતો તેવો સદૃભાવ મારે તેના પુત્ર હાનૂન પ્રત્યે રાખવો જોઇએ.” તેથી દાઉદે હાનૂનના પિતાના મૃત્યુનું આશ્વાસન આપવા માણસો મોકલી આપ્યા. પણ જ્યારે દાઉદના માણસો હાનૂન પાસે આશ્વાસન આપવા આમ્મોન પહોંચ્યા.