1 Chronicles 19:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હાનૂને દાઉદ રાજાના સંદેશાવાહકોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી, તેઓનાં વસ્ત્રો કમરથી મધ્યભાગ સુધી કાપી નાખ્યાં પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હાનુને એ માણસોને પકડીને તેમની દાઢી મૂંડાવી નાખી અને કમરથી નીચેના ભાગનાં તેમનાં વસ્ત્રો કપાવી નાખીને તેમને કાઢી મૂક્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી હાનૂને દાઉદના સેવકોને પકડીને તેઓના માથાં મૂંડાવ્યાં, ને તેઓના જામા વચમાંથી કમર સુધી કાપી નાંખીને તેઓને પાછા મોકલી દીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી રાજા હાનૂને રાજા દાઉદનાં રાજદૂતોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી અને તેઓનો પોષાક મધ્યમાંથી કાપી નાખ્યો જેના કારણે તેઓના શરીર ઉઘાડાં દેખાય. પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.