1 Chronicles 19:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે બત્રીસ હજાર રથો ભાડે રાખ્યા અને માકાના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. તેઓનાં સર્વ સૈન્યોએ મેદબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાનાં નગરોમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં યુદ્ધ કરવાને તેઓની સાથે જોડાયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે બત્રીસ હજાર રથો સહિત માખાના રાજાને અને તેના સૈન્યને ભાડે રાખ્યાં. માખાના રાજાના લશ્કરે મેદબા નજીક પડાવ નાખ્યો. આમ્મોનીઓ પણ પોતાના સર્વ નગરોમાંથી યુદ્ધ કરવાને નીકળી આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમાંથી તેઓએ પોતાને માટે બત્રીસ હજાર રથો તથા માકાના રાજાને તથા તેના લોકોને પગાર ઠરાવીને રાખ્યા. તેઓએ આવીને મેદબા આગળ છાવણી નાખી.આમ્મોનીઓ પોતાના નગરોમાંથી એકત્ર થઈને યુદ્ધ કરવા આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે 32,000 રથો ભાડે રાખ્યા અને માઅખાહના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. આ સર્વ સૈન્યે મેદૃબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાના શહેરમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં તેમની સાથે જોડાયા.