1 Chronicles 19:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ યુદ્ધ કરવાને ગોઠવાઈ ગયા અને તેઓની મદદે આવેલા રાજાઓ એક બાજુ ખુલ્લાં મેદાનમાં ચાલ્યા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ્મોનીઓ તેમના પાટનગર રાબ્બાના પ્રવેશદ્વાર આગળ આવી ગોઠવાયા; જે રાજાઓ તેમની મદદે આવ્યા હતા તેમણે ખુલ્લા મેદાનમાં મોરચો માંડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આમ્મોનીઓએ બહાર આવીને નગરના દરવાજાની પાસે વ્યૂહ રચ્યો. જે રાજાઓ [તેમની મદદે] આવ્યા હતા તેઓ રણક્ષેત્રમાં એક બાજુએ ઊભા રહ્યા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ ગોઠવાઇ ગયા અને તેમની મદદે આવેલા રાજાઓ ખુલ્લા મેદાનમાં ચાલ્યા ગયા.