1 Chronicles 2:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગશૂર તથા અરામે યાઇરનાં નગરો, કનાથનાં નગરો તથા આસપાસનાં ગામ સહિત સાઠ નગરો જીતી લીધાં. ત્યાંના સર્વ રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગશુર તથા અરામે યાઈરના કસબાઓ, ને કનાથ તથા તેનાં ગામો મળીને સાઠ નગરો તેમની પાસેથી લઈ લીધાં, એ સર્વ ગિલ્યાદના પિતા માખીરના પુત્રો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાછળથી ગશૂર અને અરામના લોકોએ ત્યાંનાં 60 શહેરો જીતી લીધાં; એમાં યાઈરનાં ગામોનો તથા કનાથ અને તેની આસપાસનાં ગામોનો સમાવેશ થતો હતો. એ બધાંમાં ગિલયાદના પિતા માખીરના વંશજો વસતા હતા.