1 Chronicles 2:55 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાબ્બેસવાસી લહિયાઓનાં કુટુંબો: તિરાથીઓ, શિમાથીઓ તથા સુખાથીઓ. રેખાબના કુટુંબનાં પૂર્વજ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(લેખન કાર્યમાં પ્રવીણ એવાં આ કુટુંબો બેબેસ નગરમાં રહેતાં હતાં:) તિરાથીઓ, શિમાથીઓ, સૂખાથીઓ. તેઓ કેનીઓ હતા અને તેમને રેખાબીઓ સાથે લગ્નવ્યવહારનો સંબંધ હતો.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાબ્બેસવાસી લહિયાઓનાં કુટુંબો:તિરાથીઓ, શિમાથીઓ, સુખાથીઓ, રેખાબના કુટુંબના વડીલ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાબ્બેસમાં વસતા લહિયાઓનઁા કુટુંબો: તિરઆથીઓ, શિમઆથીઓ અને સૂખાથીઓ. આ સર્વ બેથ રેખાબના કુટુંબના પૂર્વજ હામ્માથથી ઉતરી આવેલા કેનીઓ હતા.