1 Chronicles 20:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે રાબ્બાના રાજા મિલ્કોમના મસ્તક પરથી મુગટ લઈ લીધો અને તેને તેના પોતાના મસ્તક પર મૂક્યો. આ મુગટ સોનાનો બનેલો હતો. અને તેમા રત્નો જડેલાં હતા. તેનું વજન એક તાલંત હતું. દાઉદે નગરમાંથી લૂંટનો પુષ્કળ માલ ભેગો કર્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ્મોની દેવ માલ્કોમની મૂર્તિ પર ચોત્રીસ કિલો વજનનો સુવર્ણમુગટ હતો. તેમાં એક રત્ન પણ હતું. દાવિદે એ રત્ન લઈને પોતાના મુગટમાં જડાવ્યું. યોઆબે શહેરમાંથી મોટી લૂંટ પણ મેળવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે તેઓના રાજાનો મુગટ તેના માથા પરથી ઉતારી લીધો, તેનું વજન તેને એક તાલંત સોનાનું માલૂમ પડ્યું, તેમાં હીરામાણેક જડેલાં હતાં. તે દાઉદને માથે મૂકવામાં આવ્યો. તે નગરમાંથી પુષ્કળ લૂટ લઈને તે બહાર આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે રાબ્બાહના રાજા મિલ્કોમના મસ્તક પરથી મુગટ લઇ લીધો અને તેને તેના પોતાના મસ્તક પર મૂક્યો. આ મુગટ સોનાનો બનેલો હતો. અને તેમાં રત્નો જડેલાં હતા. તેનું વજન 75 પૌન્ડ હતું. દાઉદે નગરમાંથી પુષ્કળ લૂંટનો માલ ભેગો કર્યો હતો.