1 Chronicles 20:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પલિસ્તીઓ સાથે ફરી યુદ્ધ થયું. અને યાઈરના પુત્ર એલ્હાનાને, લાહમીને મારી નાખ્યો. તે ગાથના ગોલ્યાથનો ભાઈ હતો અને તેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓ સાથેની બીજી એક લડાઈમાં યાઈરના પુત્ર એલ્હાનાને ગાથમાંના ગોલ્યાથના ભાઈ લાહ્મીને મારી નાખ્યો, એના ભાલાનો હાથો હાથશાળના લાકડા જેવો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેમની સાથે ફરીથી વિગ્રહ ચાલ્યો. યાઈરના પુત્ર એલ્હાનાને ગિત્તિ ગોલ્યાથના ભાઈ લાહમીને મારી નાખ્યો, એના ભાલાનો દાંડો વણકરની તોર જેવો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પલિસ્તીઓ સામે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું. અને યાઇરના પુત્ર એલ્હાનાને હમીને મારી નાખ્યો, જે ગાથના ગોલ્યાથનો ભાઇ હતો અને તેના ભાલાનો દાંડો વણકરની તોર જેટલો જાડો હતો.