1 Chronicles 20:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગાથમાં ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો જેના હાથે છ આંગળીઓ અને પગે પણ છ આંગળી હતી. તે રફાઈમનો વંશજ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગાથમાં બીજી એક લડાઈ થઈ. ત્યાં એક મહાયોદ્ધો હતો. તેને દરેક હાથે અને પગે છ-છ મળીને કુલ ચોવીસ આંગળાં હતાં. તે પણ રાક્ષસી કદના રફાઈ લોકોનો વંશજ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગાથમાં ફરીથી વિગ્રહ થયો. ત્યાં એક મોટો કદાવર પુરુષ હતો, તેને દરેક હાથે તથા પગે છ છ, એટલે એકંદરે ચોવીસ આંગળાં હતાં. તે પણ રફાઈઓમાંનો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગાથ પાસે ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર સૈનિકને હાથે અને પગે છ છ આંગળા હતા. તે પણ એક રફાઇઓમાંનો હતો.