1 Chronicles 21:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદે ગાદને કહ્યું, "હું ભારે દ્વિધામાં મૂકાયો છું. મને માણસોના હાથમાં પડવા કરતાં યહોવાહના હાથમાં પડવું એ વધારે સારું લાગે છે, કેમ કે તેમની કૃપા અત્યંત છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે ગાદને કહ્યું, “હું અત્યંત વિકટ સ્થિતિમાં મૂકાઈ ગયો છું! પણ મારે માણસને હાથે શિક્ષા વહોરવી નથી. પ્રભુ પોતે જ શિક્ષા કરે; કારણ, તે દયાળુ છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે ગાદને કહ્યું, “હું ઘણી મુશ્કેલીમાં આવી પડ્યો છું. મારે તો યહોવાના જ હાથમાં પડવું ન જોઈએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે દાઉદે ગાદને કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડ્યો છું, પણ હું માણસોના હાથમાં પડવા કરતાં હું યહોવાના હાથમાં પડું એ વધારે સારું છે, કારણ, તે અનંત કૃપાળુ છે.”