1 Chronicles 21:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા એક દૂતને મોકલ્યો. જયારે તે નાશ કરવાની તૈયારીમાં હતો ત્યારે યહોવાહે, નાશ જોઈ પોતાનો વિચાર બદલ્યો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, "બસ કર! હવે તારો હાથ પાછો ખેંચી લે." એ વખતે યહોવાહનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે યરુશાલેમનો નાશ કરવા દૂત મોકલ્યો. દૂત વિનાશ કરતો હતો ત્યારે એ જોઈને પ્રભુને અનુકંપા ઊપજી. લોકોનો વિનાશ કરતા દૂતને તેમણે કહ્યું, “બસ હવે, એ વિનાશ બંધ કર.” એ વખતે પ્રભુનો દૂત યબૂસી ઓર્નાનના ખળા પાસે ઊભો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા માટે ત્યાં એક દૂત મોકલ્યો. તે તનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં યહોવાએ નજર કરી, નૈ એ વિપત્તિ સંબંધી તેમને અનુતાપ થયો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, “બસ; હવે તારો હાથ બંદ રાખ.” યહોવાનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દેવે યરૂશાલેમનો નાશ કરવા એક દેવદૂતને મોકલ્યો, પણ તે નાશ કરવાની અણી પર હતો ત્યારે યહોવાને દયા આવી અને તેણે કહ્યું, “બસ કર, બહુ થયું, હવે તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે યહોવાનો દૂત યબૂસીની ઓર્નાનની ખળી પાસે ઉભો હતો.