1 Chronicles 21:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે દાઉદે ઓર્નાનને કહ્યું, "આ ખળી મને આપ, જેથી હું ઈશ્વરને માટે વેદી બાંધુ. હું તેની પૂરેપૂરી કિંમત આપીશ, જેથી લોકોમાં પ્રસરેલી મરકી બંધ થાય." હું તને એની પૂરેપૂરી કિંમત ચૂકવીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે તેને કહ્યું, “તારું આ ખળું મને વેચાતું આપ; જેથી લોકોમાં રોગચાળો અટકાવવા હું પ્રભુને માટે વેદી બાધું. હું તને તેની પૂરેપૂરી કિંમત આપીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે ઓર્નાનને કહ્યું, “આ ખળી મને આપ કે હું તેના પર યહોવાને વેદી બાંધું. તેની પૂરેપૂરી કિંમત લે, પણ તું તે મને આપ કે, લોકોમાં ચાલતી મરકી બંધ થાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે તેને કહ્યું, “તું મને તારી ખળીની જગ્યા આપ જેથી હું યહોવાને માટે યજ્ઞવેદી બાંધુ. તો જ લોકોમાં ફેલાયેલો રોગચાળો બંધ થશે. હું તને એની પૂરેપૂરી કિંમત ચૂકવીશ.”