1 Chronicles 21:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓર્નાને દાઉદને કહ્યું, "મારા માલિક રાજા, તે તારું જ છે તેમ સમજીને તેને લઈ લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો હું દહનીયાર્પણો માટે બળદો, કણસલાં ઝૂડવા માટે લાકડાંનાં પાટિયાં અને ખાદ્યાર્પણ માટે ઘઉં, એ બધું તને આપીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓર્નાને કહ્યું, “હે રાજા, મારા માલિક, આપ તે લઈ લો અને તમને ગમે તે કરો. વેદી પર દહનબલિ કરવા માટે આ બળદો છે, અને આ ઝૂડવાંનાં પાટિયાં બળતણ તરીકે વાપરો અને ધાન્યઅર્પણ માટે આ ઘઉં છે. હું તમને એ બધું આપું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓર્નાને દાઉદને કહ્યું, “તમે તે પોતાને કબજે કરી લો. ભલે મારા ધણી રાજા પોતાની ર્દષ્ટિમાં જે સારું લાગે તેમ કરો; જુઓ, દહનીયાર્પણને માટે બળદો, લાકડાંને માટે ઝુડવાનાં પાટિયાં તથા ખાદ્યાર્પણને માટે ઘઉં હું તમને આપું છું. હું સર્વ તમને આપું છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓર્નાને કહ્યું, “લઇ લો, અને આપ મુરબ્બીને જેમ ઠીક લાગે તેમ તેનું કરો. આ બળદોનું પણ દહનાર્પણ કરજો, આ ઝૂડવાના પાટિયા ઇંધણ તરીકે વાપરજો અને આ ઘઉંને ખાદ્યાર્પણ તરીકે ચઢાવજો. હું બધું જ આપને સોંપી દઉં છું.”