1 Chronicles 21:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, "ના, હું તે પૂરેપૂરી કિંમત આપી ખરીદીશ. યહોવાહને દહનીયાર્પણ કરવા માટે, જે તારું છે, જેને માટે મેં કિંમત ચૂકવી નથી, તે અર્પણ હું નહિ લઉં."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ દાવિદ રાજાએ કહ્યું, “ના, ના, હું તો પૂરેપૂરી કિંમત આપીશ. જે તારી માલિકીનું છે અને જેની મેં કંઈ જ કિંમત ચૂકવી નથી એનું હું પ્રભુને અર્પણ ચઢાવીશ નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદ રાજાએ ઓર્નાનને કહ્યું, “ના; પણ હું તો તેની પૂરેપૂરી કિંમત આપીને જ તે લઈશ; કેમ કે જે તારું છે તે હું યહોવાને માટે ફોકટ નહિ લઉં, તેમ જ મફત મળેલું દહનીયાર્પણ નહિ ચઢાવું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, “ના પૂરી કિંમતે હું તે ખરીદીશ. યહોવાને અર્પણ કરવા માટે તારું જે છે તે હું મફત લઇ શકું નહિ. જેની કિંમત મેં ચૂકવી નથી તેનું અર્પણ હું તેમને નહિ ચઢાવું.”