1 Chronicles 21:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોઆબે કહ્યું, ઈશ્વર તેમના લોકને જેટલા છે તેના કરતા સોગણાં વધારો. પણ મારા માલિક રાજા, શું તેઓ સર્વ મારા માલિકની સેવા નથી કરતા? મારા માલિક કેમ આવું ઇચ્છે છે? શા માટે ઇઝરાયલ પર દોષ લાવવો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબે કહ્યું, “અત્યારે ઇઝરાયલીઓની જેટલી સંખ્યા છે તે કરતાં પ્રભુ તેમને સોગણા વધારો! હે રાજા, મારા માલિક, એ સૌ તમારી જ પ્રજા છે. આપ આવું કરીને સમગ્ર ઇઝરાયલીઓ પર દોષ લાવવા માગો છો?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોઆબે કહ્યું, “યહોવા પોતાના લોક જેટલા છે તેના કરતાં તેઓને સોગણા વધારો. પણ હે મા ધણી રાજા, તેઓ સર્વ મારા ધણીના સેવકો નથી શું? મારો ધણી આ કામ કેમ કરાવવા માગે છે? તે ઇઝરાયલ પર દોષ લાવવા શા માટે ઈચ્છે છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યોઆબે વાંધો લેતા જણાવ્યું, “યહોવા પ્રજાની વસ્તીને બમણી કરે તોયે, એ બધા આપ નામદારના સેવકો જ નથી? આપ શા માટે ઇસ્રાએલને દોષી ઠરાવવા ચાહો છો? અને તમે ઇસ્રાએલને અપરાધી શા માટે ઠેરવો છો?”