1 Chronicles 22:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"યહોવાહ, તમારા ઈશ્વર તમારી સાથે છે અને તેમણે ચારેતરફ તમને શાંતિ આપી છે. પ્રદેશના રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે. યહોવાહ તથા તેમના લોકોની સામે, પ્રદેશ પરાજિત થયો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે છે અને તમને ચારે તરફથી શાંતિ બક્ષી છે. આ દેશના મૂળ વતનીઓ પર તેમણે મને વિજય પમાડયો છે અને હવે તે તમારા અને પ્રભુના તાબેદાર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તમારા ઈશ્વર યહોવા તમારી સાથે નથી? શું તેમણે તમને ચોતરફ શાંતિ આપી નથી? તેમણે દેશના મૂળ રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે; અને યહોવાએ તથા તેના લોકે દેશ સર કર્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી તેણે કહ્યું, “યહોવા તમારા દેવ તમારી સાથે છે. આસપાસની પ્રજાઓ સાથે તેમણે તમને શાંતિ આપી છે, કારણકે યહોવાના નામમાં અને તેમના લોકોને માટે મેં તેઓ પર જીત મેળવી છે.