1 Chronicles 22:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે ઇઝરાયલમાં રહેતા સર્વ વિદેશીઓને ભેગા કરવાની આજ્ઞા આપી. તેણે તેઓને, ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવા માટે પથ્થર કાપનારાઓ તરીકે નીમી, પથ્થરો કાપવાના કામે લગાડી દીધા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ રાજાએ ઇઝરાયલ દેશમાં વસતા સર્વ પરદેશીઓને એકત્ર કરવા આજ્ઞા આપી, અને તેણે તેમને કામે લગાડયા. કેટલાકને તેણે મંદિર માટે પથ્થરો ઘડવા સલાટો તરીકે નીમ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈઝરાયલના દેશમાં જે પરદેશીઓ હતા તેઓને એકત્ર કરવાની દાઉદે આજ્ઞા આપી, અને ઈશ્વરનું મંદિર બાંધવાને જોઈતા પથ્થર ઘડવા માટે સલાટોને તેણે કામે લગાડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે ઇસ્રાએલ રહેતા બધા વિદેશીઓને ભેગા કરવાનો હુકમ આપ્યો. અને તેમને દેવનું મંદિર બાંધવા માટે પથ્થરો ઘડવા સલાટ તરીકે કામે લગાડી દીધા.