1 Chronicles 22:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કે, તને એક પુત્ર થશે જે શાંતિશીલ માણસ હશે. હું તેને ચારેતરફના શત્રુઓથી રાહત આપીશ. તેનું નામ સુલેમાન અપાશે અને તેના રાજ્યકાળ દરમિયાન ઇઝરાયલમાં સુલેહ તથા શાંતિ જળવાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તને એક પુત્ર થશે; તે શાંતિપ્રિય થશે; હું તેને આસપાસના સર્વ શત્રુઓથી શાંતિ આપીશ. તેનું નામ શલોમોન (શાંતિ) થશે, કારણ, તેના અમલ દરમ્યાન હું ઇઝરાયલને શાંતિ અને સલામતી આપીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તને પુત્ર થશે, તે શાંતિશીલ પુરુષ થશે; અને તેના ચારે તરફના તમામ શત્રુઓથી હું તેને વિશ્રાંતિ આપીશ. તેનું નામ સુલેમાન થશે, ને હું તેની કારકિર્દીમાં ઇઝરાયલને સુલેહ તથા શાંતિ આપીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તને એક પુત્ર થશે; તે શાંતિપૂર્વક રાજ્ય કરશે, કારણકે આસપાસના શત્રુ દેશો તરફથી હું તેને સુરક્ષિત બનાવીશ. તેને સુલેમાન નામ અપાશે અને તેના રાજ્યકાળ દરમ્યાન ઇસ્રાએલ શાંતિ અનુભવશે.