1 Chronicles 25:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યદૂથૂનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતા યદૂથૂન કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યદૂથુનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતાની દોરવણી હેઠળ વીણા વગાડતાં વગાડતાં ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા અને પ્રભુની આભારસ્તુતિનાં ગીત ગાતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યદૂથૂનના પુત્રો:ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ તથા માતિથ્યા એ છ; તેઓ પોતાના પિતા યદૂથૂન કે, જે વીણા વડે આભાર માનતો તથા યહોવાની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાત નીચે હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યદૂથૂનના છ પુત્રો હતા: ગદાલ્યા, સરી, યશાયા, શિમી, હશાબ્યા અને માત્તિથ્યા. એ છ પોતાના પિતા યદૂથૂનની આગેવાની હેઠળ વીણા વગાડતાં અને ભવિષ્યવાણી કરતા, અને તેઓ યહોવાનો આભાર માનતા અને તેની સ્તુતિ કરતાં હતા.