1 Chronicles 26:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ મુખ્ય દ્વારપાળોની તેમના આગેવાનો દ્વારા ક્રમવાર ટુકડીઓ પાડવામાં આવી હતી. તેઓને પોતાના ભાઈઓની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કુટુંબના વડા પ્રમાણે, આ દ્વારપાળોનાં જૂથ પાડવામાં આવ્યાં હતાં; જેથી તેઓ તેમના લેવી ભાઈઓની જેમ પ્રભુના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરી શકે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ મુખ્ય માણસોમાંથી દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ પાડી હતી, તેઓને તેઓના ભાઈઓની માફક યહોવાના મંદિરમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધાં દ્વારપાળો તેમના આગેવાનો દ્વારા ક્રમવાર નોંધવામાં આવ્યા હતા. તે પોતાના કુટુંબો પ્રમાણે વારા ફરતી યહોવાના મંદિરમાં સેવા બજાવતા હતા.