1 Chronicles 26:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરિયાના ભાઈઓમાં પરાક્રમી પુરુષો તથા તેઓના કુટુંબોના સરદારોની સંખ્યા બે હજાર સાતસો હતી. તેઓને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધી પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામ માટે રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાના અર્ધકુળ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ રાજાએ યેરિયાના સગાંસંબંધીઓમાંથી બે હજાર સાતસો કાર્યદક્ષ કુટુંબ-વડાઓ પસંદ કર્યા, અને યર્દન નદીની પૂર્વગમ રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના પ્રાંતોમાં ઇઝરાયલીઓની ધાર્મિક અને રાજકીય સેવાને લગતી બાબતોનો વહીવટ તેમને સોંપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ભાઈઓમાં શૂરવીર પુરુષો તથા તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો બે હજાર સાતસો હતા. તેમને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધીની પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામને માટે રુબેનીઓ, ગાદીઓ તથા મનાશ્શાના અર્ધકુળ પર દેખરેખ રાખનારા ઠરાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા દાઉદે 2,700 આવા કાબેલ માણસોને- કુટુંબવાળાઓને રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા કુલસમૂહના પ્રદેશનો ધામિર્ક અને રાજકીય વહીવટ સંભાળવાનું કામ સોંપ્યું.