1 Chronicles 26:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ સર્વ ઓબેદ-અદોમના પુત્રો હતા. તેઓ, તેમના પુત્રો અને ભાઈઓ મુલાકાતમંડપ ની સેવાને માટે શૂરવીર અને શકિતશાળી પુરુષો હતા. ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓબેદ-અદોમના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી કુલ બાસઠ વંશજો હતા, તેઓ સૌ કાર્યદક્ષ હોઈ મંદિરના સેવાકાર્ય માટે લાયક હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ સર્વ ઓબેદ-અદોમનના પુત્રો હતા. તેઓ, તોઓના પુત્રો તથા તેઓના ભાઈઓ સર્વ સેવાને માટે બળવાન તથા શક્તિમાન પુરુષો હતા; એ પ્રમાણે ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધા ઓબેદ-અદોમના વંશજો હતા. તેઓ, એમના પુત્રો અને ભાઇઓ મળીને કુલ 62 હતા. અને તે બધા શકિતશાળી પુરુષો હતા. અને મંદિરમાં સેવા કરવાને લાયક હતા.