1 Chronicles 27:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પહેલા માસને માટે ટુકડીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રત્યેક માસના મુખ્ય અધિકારી આ પ્રમાણે હતા: પ્રથમ માસ: ઝાબ્દીએલનો પુત્ર યાશોબ્યામ (તે યહૂદાના કુળના પેરેસના ગોત્રનો હતો). બીજો માસ: અહોહીનો વંશજ દોદાઈ (મિકલોથ તેના પછીનો અધિકારી હતો). ત્રીજો માસ: યહોયાદા યજ્ઞકારનો પુત્ર બનાયા; તે “ત્રીસ શૂરવીરો” આગેવાન હતો. (તેના પછી તેનો પુત્ર આમ્મીનાદાબ આ ટુકડીનો મુખ્ય અધિકારી થયો.) ચોથો માસ: યોઆબનો ભાઈ અસાહેલ (તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા આવ્યો) પાંચમો માસ: યિસ્હારનો વંશજ શામ્હૂથ. છઠ્ઠો માસ: તકોઆ ગામના ઈક્કેશનો પુત્ર ઈરા. સાતમો માસ: પલોન ગામનો એફ્રાઈમના કુળનો હેલેશ. આઠમો માસ: હુશામાંનો સિબ્બખાય (તે યહૂદાના કુળના ઝેરાના ગોત્રનો હતો). નવમો માસ: બિન્યામીનના કુળ પ્રદેશમાં આવેલ અનાથોથ નગરનો અબિએઝેર. દસમો માસ: નટોફાનો મહારાય (તે ઝેરાના ગોત્રનો હતો). અગિયારમો માસ: એફ્રાઈમના મુલકમાંના પીરાથોનનો બનાયા. બારમો માસ: નટોફાનો હેલ્દાય (તે ઓથ્નીએલનો વંશજ હતો).
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પહેલા મહિનાને માટે પહેલી ટોળીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો. તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પહેલા મહિનાની ટૂકડીનો 24,000 માણસોના જૂથનો નાયક, ઝાબ્દીએલનો પુત્ર યાશોબઆમ હતો.