1 Chronicles 27:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સરુયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરૂ કરી પણ તેણે પૂરી કરી નહોતી. ગણતરી કરવાને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃત્તાંતના ઈતિહાસમાં આ ગણતરી નોંધાવામાં આવી ન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆબ, જેની માતા સરૂયા હતી, તેણે વસ્તીગણતરી તો શરૂ કરી. પણ પૂરી કરી નહિ. એ વસ્તીગણતરીને કારણે ઈશ્વર ઇઝરાયલ પર શિક્ષા લાવ્યા. તેથી દાવિદ રાજાના ઇતિહાસમાં એ ગણતરીનો આખરી આંકડો દર્શાવવામાં આવ્યો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સરુયાના પુત્ર યોઆબે ગણતરી કરવા માંડી, પણ તે પૂરેપૂરી કરી નહિ, [ગણતરી કરવા] ને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃતાંતની તવારીખમાં એ ગણતરી નોંધવામાં આવી નથી
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સરૂયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરુ કરી પણ તેણે પૂરી કરી નહોતી. કારણકે ઇસ્રાએલ પર દેવનો રોષ ઊતર્યો હતો. અને એટલે તે વસ્તી ગણતરીના આંકડા રાજા દાઉદના રાજ્યના ઇતિહાસમાં નોંધાયા નહોતા.