1 Chronicles 28:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકો અને લેવીઓની વારા પ્રમાણે ટુકડીઓ નિયુક્ત કરવા માટે, યહોવાહના ભક્તિસ્થાનની સેવાના સર્વ કામને માટે તથા યહોવાહના ભક્તિસ્થાનની સેવાનાં પાત્રોને માટે કરેલી સર્વ વ્યવસ્થા દાઉદે સુલેમાને કહી જણાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે યજ્ઞકારો અને લેવીઓની ટુકડીઓની વ્યવસ્થા, પ્રભુના મંદિરમાંનું સર્વ સેવાકાર્ય તેમજ સેવામાં વપરાતાં સર્વ પાત્રો વિષે સૂચનાઓ આપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાજકો તથા લેવીઓની વારા પ્રમાણે ટોળીઓ ઠરાવવા માટે, યહોવાના મંદિરની સેવાનાં સર્વ કામને માટે, તથા યહોવાના મંદિરની સેવાના પાત્રોને માટે [કરેલી સર્વ ગોઠવણ તેણે તેને કહી બતાવી.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તદુપરાંત યાજકો અને લેવીઓના સમૂહો વિષે, યહોવાના મંદિરની ઉપાસનાને લગતાં સર્વ કાર્યો વિષે તથા એ સેવામાં વપરાતાં વાસણો વિષે પણ તેણે કહ્યું.