1 Chronicles 29:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સમગ્ર સભાની સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ કરતાં કહ્યું, "અમારા પિતૃઓના, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, સદા સર્વદા તમારી સ્તુતિ હો!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી આખી જમાતની સમક્ષ પ્રભુની સ્તુતિ કરતાં દાવિદે કહ્યું, “હે યાહવે, અમારા પૂર્વજ ઇઝરાયલના ઈશ્વર, સદા તમારી સ્તુતિ થાઓ!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે સર્વ સભાજનોના દેખતાં તેણે યહોવાની સ્તુતિ કરી. તેણે કહ્યું, “હે યહોવા, અમારા પિતા ઇઝરાયલના ઈશ્વર, તમે સદા સર્વકાળ સ્તુત્ય હો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સર્વ ઉપસ્થિત સભાજનો સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ અને પ્રાર્થના કરતાં કહ્યું, “યહોવા અમારા પૂર્વજ ઇસ્રાએલના દેવ તમારી સદા સર્વદા સ્તુતિ હો!