1 Chronicles 29:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ મુસાફર તથા પરદેશી જેવા છીએ, આ પૃથ્વી પરના અમારા દિવસો પડછાયા જેવા છે. પૃથ્વી પર અમને કંઈ જ આશા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, અમે અમારા સર્વ પૂર્વજોની માફક તમારી દૃષ્ટિમાં આ જીવનમાં પરદેશી અને પ્રવાસી જેવા છીએ. પૃથ્વી પરના અમારા દિવસો છાયા જેવા અને આશા વગરના છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે અમારા સર્વ પિતૃઓના જેવા તમારી આગળ પરદેશી અને પ્રવાસી છીએ. પૃથ્વી ઉપર અમારા દિવસ આશા વગર ને છાયાની માફક ચાલ્યા જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણકે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ યાત્રી છીએ, આ ભૂમિ પર અમારું જીવન પડછાયા જેવું છે. જેની આગળ અમે કઇ પણ જોઇ શકતા નથી.