1 Chronicles 29:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભક્તિસ્થાનની ઈમારતોની દીવાલોને મઢવા માટે ઓફીરમાંથી ત્રણ હજાર તાલંત સોનું (એકસો દસ ટન) અને સાત હજાર તાલંત ચોખ્ખી ચાંદી (બસો સાઠ ટન);
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરની ભીંતોને મઢવા માટે અને કારીગરો જે સર્વ ચીજવસ્તુઓ બનાવશે તેને માટે મેં સો ટન જેટલું ઓફિરનું સોનું અને લગભગ બસો ચાલીસ ટન જેટલી ચાંદી આપ્યાં છે. હવે પ્રભુને રાજીખુશીથી અર્પણ કરવા બીજું કોણ તૈયાર છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે મંદિરને લગતી ઈમારતોની ભીંતોને મઢવા માટે ઓફીરના સોનામાંથી ત્રણ હજાર તાલંત સોનું, તથા સાત હજાર તાલંત ચોખ્ખું રૂપું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લગભગ એકસો દશ ટન ઊંચી જાતનું સોનું, અને લગભગ 260 ટન ચોખ્ખી ચાંદી મંદિરની ભીંતોને ઢાંકવા;