1 Chronicles 3:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે: પ્રથમજનિત આમ્મોન, અહિનોઆમ યિઝ્રએલીથી; બીજો દાનિયેલ, અબિગાઈલ કાર્મેલીથી;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ હેબ્રોનમાં હતો ત્યારે તેના જે પુત્રો જન્મ્યા તે ઉંમરના ક્રમ પ્રમાણે નીચે મુજબ છે: આમ્નોન જયેષ્ઠપુત્ર હતો; યિઝએલની અહિનોઆમ તેની મા હતી; દાનિયેલ, જેની મા ર્કામેલની અબિગાઈલ હતી; આબ્શાલોમ, જેની મા ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માખા હતી. અદોનિયા, જેની મા હાગ્ગીથ હતી; શફાટયા, જેની મા અબિટાલ હતી; યિથ્રા, જેની મા એગ્લા હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદને હેબ્રોનમા જે પુત્રો થયા તે આ છે: યિઝ્એલી અહીનોઆમના પેટનો આમ્મોન તે જ્યેષ્ઠપુત્ર, બીજો, કાર્મેલી અબિગાઈલના પેટનો દાનિયેલ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદને હેબ્રોનમાં જે પુત્રો થયા તેમાં યિઝએલી અહીનોઆમથી જન્મેલો આમ્મોન, દાઉદ રાજાનો જયેષ્ઠ પુત્ર હતો. બીજો પુત્ર, કામેર્લની અબીગાઈલથી જન્મેલો દાનિયેલ હતો.