1 Chronicles 4:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાબેસે ઇઝરાયલના પ્રભુને પ્રાર્થના કરી, "તમે મને નિશ્ચે આશીર્વાદ આપો અને મારો પ્રદેશ વધારો. તમારો હાથ મારી સાથે રાખો અને મને આપત્તિથી બચાવો કે જેથી મારે દુઃખ સહન કરવું પડે નહિ!" પ્રભુએ તેની પ્રાર્થના માન્ય કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, “હે ઈશ્વર, મને આશિષ આપો અને મારી ભૂમિ વિસ્તારો; મારી સાથે રહો અને મને કંઈ હાનિ ન પહોંચે તે માટે સઘળી આપત્તિથી મને બચાવી રાખો.” ઈશ્વરે તેની પ્રાર્થના માન્ય રાખી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાબેસે ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કરી, “જો તમે મને ખચીત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે, ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુ:ખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત! “ અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાબેસે ઇસ્રાએલના દેવને પ્રાર્થના કરી કે, હું તમને, પ્રાર્થના કરું છું કે, તમે મને આશીર્વાદ આપો અને મારી ભૂમિનો વિસ્તાર કરો, “તમે મારી સાથે રહો અને મને ગૌચર ભૂમિ આપો જેથી મને પરિશ્રમ કરવો ન પડે.” દેવે તેની પ્રાર્થના માન્ય રાખી.