1 Chronicles 4:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદાના દીકરા શેલાના દીકરાઓ; લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા હતા, તેઓનાં કુટુંબો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદાના પુત્ર શેલાના વંશજો આ પ્રમાણે છે: લેખા નગરનો સ્થાપક એર; મારેશા નગરનો સ્થાપક લાઅદા. બેથ-આશ્બેઆમાં વસતા અળસી રેસાના વણકરોની જાતિ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદાના પુત્ર શેલાના પુત્રો:લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વણનારા હતા તેઓના કુટુંબો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના પુત્ર શેલાહના પુત્રો: લેખાહના પિતા એર, મારેશાહના પિતા લાઅડાહ, તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા કુલસમૂહો હતા, તેઓનાં કુટુંબો;