1 Chronicles 5:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; જો કે રુબેન ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો હતો, પરંતુ તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યો હતો તેથી તેના જયેષ્ઠપણાનો હક ઇઝરાયલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો. તેથી તેને જયેષ્ઠ દીકરા તરીકે ગણવામાં આવ્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના વંશજો: (તે જ સૌથી મોટો પુત્ર હતો; પણ તેણે પોતાના પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો તેથી પ્રથમજનિત પુત્ર તરીકેનો પોતાનો હક્ક તેણે ગુમાવ્યો, અને એ હક્ક યોસેફના પુત્રોને આપવામાં આવ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલના જ્યેષ્ઠપુત્ર રુબેનના પુત્રો:(કેમ કે તે જ્યેષ્ઠ હતો, પરંતું તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યાને લીધે તેનો જ્યેષ્ઠપણાનો હક ઇઝરાયલના પુત્ર યૂસફના પુત્રોને આપવામાં આવ્યો. અને વંશાવણી જ્યેષ્ઠપણાના હક પ્રમાણે ગણવાની નથી,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલનો જયેષ્ઠ પુત્ર રૂબેન હતો, પણ તેણે પોતાના પિતાની એક પત્ની સાથે મેળાપ કરી પિતાનું અપમાન કર્યુ હતું, તેથી તેનો જયેષ્ઠપણાનો હક્ક તેના ભાઈ યૂસફને આપવામાં આવ્યો હતો.