1 Chronicles 5:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ નીચે મુજબની વ્યક્તિઓ અબિહાઈલના વંશજો; બૂઝનો દીકરો યાહદો હતો, યાહદોનો દીકરો યશિશાય હતો, યશિશાયનો દીકરો મિખાએલ હતો, મિખાએલનો દીકરો ગિલ્યાદ હતો, ગિલ્યાદનો દીકરો યારોઆ હતો, યારોઆનો દીકરો હૂરી હતો, હૂરીનો દીકરો અબિહાઈલ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ હુરીના પુત્ર અબિહાઇલના વંશજો હતા. તેના પૂર્વજો આ પ્રમાણે છે. હૂરી, યારોઆ, ગિલ્યાદ, મિખાયેલ, યશીયાય, યાહદો, બૂઝ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એઓ બૂઝના પુત્ર યાહદોના પુત્ર યશિશાયના પુત્ર મિખાએલના પુત્ર હૂરીના પુત્ર અબિહાઈલના પુત્રો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બૂઝના વંશજો હતા: યાહદો, તેનો પુત્ર યશીશાય, તેનો પુત્ર મિખાયેલ, તેનો પુત્ર ગિલયાદ, તેનો પુત્ર યારોઆહ, તેનો પુત્ર હૂરી, તેનો પુત્ર અબીહાઈલ,